ઇતિહાસ


           ભાવનગર જીલ્લાનું પાલીતાણા તાલુકાનું એક નાનકડું નેસડી ગામ. ગામમાં સૌપ્રથમ ચારાણોનો નેહ અને બાવાનો વસવાટ હતો. તેના પરથી ગામનું નામ નેસડી પડ્યું. નેસડી સરખું રાજીયું, પતુભા નામના રાજા, લોગ થોડાને લંગોટ જાજા, આમ કહેવાતું. ધીમે ધીમે કોળી સમાજ નો વસવાટ થયો અને ત્યાર પછી ધીમે ધીમે પટેલ સમાજ નો  ગામમાં વસવાટ થયો. હાલ અઅ ગામમાં લાઠીયા, કાકડિયા, માણીયા,
આઈ શ્રી ખોડીયાર માતાજી
ડાવરા, ખડેલા, વધાસીયા, ઘોરી, ઈટાલીયા વગેરે પટેલ કુટુંબો વસવાટ કરે છે. ઉપરાંત ગામમાં કોળી સમાજ, રબારી, મિસ્ત્રી, વાળંદ, પ્રજાપતિ, હરીજન, કાપડી સાધુ વગેરે કુટુંબો પણ રહે છે. ગામમાં એક પ્રાથમિક શાળા છે. હાલ ગામની શોભામાં ચાર ચાંદ લગાવે છે. એક સમયે એમ કહેવાતું કે ગામમાં શ્રી ખોડીયાર માતાજીના મંદિરની જગ્યાએ નીચે ઓટલા પર માતાજી બિરાજમાન હતા. ગમે તેટલો વરસાદ પડે અને ગામમાં પાણી ભરાઈ જાય છતાં પણ માતાજીના ઓટલા ઉપર પાણી નહોતું ચડતું. ગામમાં લોકો માતાજીનો ઓટલો લીપવાની માનતા કરતા હતા. શ્રી ખોડીયાર માતાજી સાક્ષાત હાજરાહજૂર છે. ઉપરાંત રામજી મંદિર, હિંગળાજ મંદિર, બાપા બજરંગદાસની મઢુલી, હનુમાનદાદાનું મંદિર શોભાયમાન છે.

            સત્ય ધટના એ છે કે ગામના લોકોએ બહારવટિયાઓનો સામનો ખુબ જ હિમંતથી કર્યો હતો. એ વખતે વસંતમાં વગાડે વિહરતી સુંદરીના ચરણ સપર્ચે કન્કોલી કોળી ઉઠે એમ સંધ્યા ખીલી રહી હતી. તપસ્વીના તાલકા જેવા આદિત્ય અઠમાંના આભને આરે ઉતારી રહ્યો હતો. ઉધડું ઉધડું થતી ફૂલકળી જેવી અલબેડીને લોભાવવાનું સામર્થ્ય ધરાવનારા લોચન જેવા તારાઓએ તગતાવાનો સમય સંધાય રહ્યો હતો. ધરતીપુત્રોએ ખેતરેથી પાછા ફરી રહ્યા હતા.


ગામનો ચોરો
       શામજીદાદા ઘોરી તથા રામરતનદાસ બાપુ વાળું-પાણી કરીને બહાર બેઠા હતા. બંદુકો લઈને બહારવાટીઓનું ગામમાં આગમન થયું. બહારવાટીઓએ શામજીદાદા અને રામરતનદાસ બાપુને બંદુક બતાવી પૈસાદારનું ઘર બતાવવા કહ્યું. હીરજીદાદા ખડેલાએ નવા મકાન બનાવ્યા હોવાથી બહારવાટીયા સીધા તેમના ઘરે ગયા. ગામમાં બહારવાટીયા આવ્યાના સમાચાર ફેલાય ગયા. માતાજીની નીવેદ અને લાડવા બનાવેલ તે બહારવાટીયાઓએ એક ડોલમાં સાથે લઇ જવા માટે ભરી અને ઘરમાંથી બીજી ચીજવસ્તુઓ અને દાગીના લેવા માંડ્યા. ત્યાંથી કલ્યાણદાદા ડાવરાના ઘરે ગયા. કલ્યાણદાદા હજુ વાડીએથી ઘરે આવ્યા જ હતા.  બહારવાટીયા બંદુક બતાવી જે કઈ દર-દાગીના હતા તે આપવા માટે ભીંસ કરી રહ્યા હતા.  ગામમાં ખબર પડતા જ પાંચથી સાત માણસો હાથમાં  કોદાળી, ખંપાળી, કુહાડી, રાપ વગેરે જે કઈ મળ્યું તે લઇ ચોકમાં ભેગા થઇ ગયા. આ લોકોનો અવાજ સાંભળી બહારવાટીયાઓ ગામ લોકોનો સામનો કરવાની ચર્ચા કરવા લાગ્યા. બહારવાટીયાનો સરદાર જાતે સોની હતો. તેનું નામ ભીમજી મંગલ હતું. તે બંદુકની અણી બતાવતો બહાર આવ્યો અને ગામના લોકોને બોક બતાવવા લાગ્યો. કલ્યાણદાદા ડાવરા, શંભુદાદા જોળીયા અને પ્રેમજીદાદા જોળીયાને બંદુક ગોળીએથી ઈજા થઇ. ત્યારબાદ ગામના લોકો એકજુથ થઇ ગયા. ઝવેરદાદા લાઠીયાએ બહારવાટીયાના સરદાર સોની ભીમજી મંગલ પર કોદાળીથી હુમલો કરી જમીને પર પછાડી દીધો. ત્યારબાદ ગામના બધા લોકો તેમના પર તૂટી પડ્યા અને ત્યારે ત્યાં જ ઢીમ ઢાળી દીધું. ત્યારબાદ ગામના લોકો અને બે બહારવાટીયા પ્રેમજીદાદા લાઠીયાની ડેલીની સામે આવ્યા.  

બહારવટિયો
           ડેલીની પાછળ  પ્રેમજીદાદા લાઠીયા ખંપાળી લઈને ઉભા હતા. તેમને તરત જ પરિસ્થિતિનો તાગ મેળવી ડેલી ખોલી તરત જ ખંપાળીથી બે બહારવટિયાની બંદુકો ખેચી લીધી. ઝપાઝપીમાં એક બહારવટિયો ઘાયલ થઈને વંડી ઠેકીને નાસી ગયો. બીજી બાજુ ગામના કુરજીદાદા ઘોરી ગંભીર પરિસ્થિતિ જોઈ સાયકલ લઈને અંધારામાં નોઘણવદર ગામના લોકોએ પણ હથિયારો લઈને નેસડી આવ્યાની જાણ કરી. નોઘણવદર ગામના લોકોએ પણ હથિયારો લઈને નેસડી તરફ આવવાની તૈયારી કરી. નોઘણવદર ગામના લોકો અને પોલીસ નેસડી પહોચે તે પહેલા જ ગામના લોકોએ બહારવટિયાના સરદારને હાલમાં જ્યાં રામજી મંદિર છે તે ચોકમાં જ મારી નાખ્યો હતો. જયારે એક બહારવટિયો ભરી બંદુકે ગામના ચોકમાં લોકોને મારવા આવી રહ્યો હતો ત્યારે રામજી મંદિરની પચાલની ગલીમાં બાવચંદદાદા લાઠીયા અને પોપટદાદા લાઠીયા (જાની) કાળી સાડી પહેરી બૈરા નો વેશ ધારણ કરી કુહાડી લઈને  દીવાલની પાછળ અંધારામાં ઉભા રહી ગયા. જેવો આ બંદુકવાળો બહારવટિયો  ત્યાંથી પસાર થયો અને બંદુકની ગોળી છોડવાની તૈયારીમાં હતો તે સમયે પોપટદાદાએ પાછળથી તેને ખભા પર કુહાડીનો ઘા માર્યો. બહારવટિયો  વાગેલી કુહાડી સાથી નાશી ગયો. બહારવટિયોએ પહેલાથી ગામની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું. બે બહારવાતીયાઓએ ભાગીને ગામની બહાર ઉભા હતા. ઈજા પામેલા બહારવટિયો પણ ખાબામાં ખુતેલી કુહાડી સાથે ત્યાં ગયો. પહેલા બંનેએ ઈજા પામેલ બહારવટિયાને ટિંગાતોળી  કરી ખારમાં બાવળની કટમાં થઈને વાલુકડ ગામ તરફ લઇ રવાના થયા. બીજા બહારવટિયો નાસી ગયા. નોઘણવદર ગામના લોકો અને પોલીસ નેસડી ગામમાં આવ્યા ત્યાં સુધીમાં ગામના લોકોએ  બહારવટિયાઓનો ખેલ પૂરો હતો. 

                  આ બાજુ વાળુકડ તરફ નીકળેલા ત્રણેય બહારવાટીયો વહેલી સવાર સુધીમાં વાલુકાદની સીમમાં પહોચ્યા, ત્યાં અજવાળું થવા લાગ્યું આથી ઈજા પામેલ બહારવાટીયાને ત્યાં થોરની વાળમાં સંતાડી અને બંને બહારવાટીય ત્યાંથી ભાગી ગયા. તે સમયે નેસડી ગામનો મંત્રી વાલુકડ ગામનો હતો. નેસડી ગામમાં ઘાડ પડી હોવાનું સાંભળી મંત્રી સાયકલ લઈને નેસડી આવવા રવાના થયા. ખેડૂતો બળદગાડા લઈને ખેતરોમાં જઈ રહ્યા હતા. આ સમયે ઈજા પામેલ બહારવાટીયો "કોઈ મને પાણી પાવ" તેમ બોલી રહ્યો હતો. ગામના ખેડૂતોને અવાજ સંભળાયો. પરંતુ તે દેખાયો નહિ એટલે તે જતા રહ્યા, તરત જ મંત્રી ત્યાંથી પસાર થયા. તેને પણ "કોઈ મને પાણી પાવ" તેવો અવાજ સાંભળ્યો. તેમને આજુબાજુમાં નજર કરી પણ કોઈ દેખાયું નહિ ત્યાં ફરીથી અવાજ સંભળાયો એટલે મંત્રીએ ત્યાંથી પસાર થતા ગામના ખેડૂતોને પાછા બોલાવ્યા અને તપાસ કરી તો થોરની વાડની  પાછળ ઈજા પામેલ બહારવાટીયો લોહી-લુહાણ હાલતમાં પડ્યો હતો. મંત્રીએ પૂછ્યું ક્યાં નેસડી ગયો હતો. ? ત્યારે આ બહારવાટીયે બધી હકીકત જણાવી અને કહ્યું કે કેટલા બહારવાટીય મારી ગયા અને કેટલા ભાગી ગયા તે ખબર નથી. વધુમાં કહ્યું કે, નેસડી ગામ અમને ભારે પડ્યું. નેસડી ગામમાં આદમીઓએ તો માર્યા પણ બૈરાઓએ પણ માર્યા !!! 
રાજ્ય સરકાર તરફથી મળેલ શિલ્ડ મેડલ

           બહારવટિયોને ભગાડી માર્યા અને તેનો એક મળીને બહાદુરીપૂર્વક સામનો કરવા બદલ ગામ લોકોને રાજ્ય સરકાર તરફથી શિલ્ડ મેડલ મળેલ છે.  


 ગામનો નકશો :
                    
                          View Full Map